Thursday 20 July 2017

Kalpana Chawla | Inspirational And Motivational Stories In Gujarati



મિત્રો જેણે જન્મ લીધો છે તેને એકના એક દિવસે આ ખુબસુરત દુનિયા છોડીને જવાનું છે. અમુક લોકો દુનિયામાં જીવવા માટેજ આવે છે. મૃત્યુતો ખાલી તેમના શરીરને ખતમ કરે છે. આજે હું વાત કરવા જઈરહ્યો છું ભારતની બહાદુર બેટી કલ્પના ચાવલાની ભલે તે 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલંબિયા સ્પેસ સટલની દુર્ઘટનામાં કલ્પનાની ઉડાન રોકાઈ ગઈ પણ આજે પણ તે દુનિયા માટે એક મિસાલ છે. 

મિત્રો સોચ ને કોઈ રોકી ના શકે સોચ હંમેશા ઉડાન ભરતી આવી છે અને ઉડાન ભરતી રહેશે। અંતરિક્ષની પરી કલ્પના ચાવલા નો જન્મ હરિયાણાના કર્નાલમાં થયો. કલ્પના અંતરિક્ષ માં જવા વળી પહેલી ભારતીય મહિલા હતી. તેમના પિતાનું નામ બનારસીલાલ અને માતાનું સંજ્યોતિ છે. નાનપણમાં તેમણે મોટું કહીને બોલાવતા હતા. 

મિત્રો કલ્પના નાણપણથીજ કલ્પનાઓ કરતી તે હંમેશા આકાશ અને તેની ઉચ્ચાઈ વિષે વિચારતી રેહતી પોતાના પિતા સાથે ચાંદ તારાઓ વિષે વાત કરતી. કલ્પનાનું પ્રાથમિક શિક્ષણ કર્નાલની ટાઈગોર સ્કૂલમાં થયું પછી કલ્પનાએ 1982માં ચંદીગઢ એન્જીનરીંગ કોલેજ માં એરોનોટિકલ એન્જીનરીંગ ની ડિગ્રી લીધી. 

તે પછી પોતાના સપના પૂરું કરવા માટે અમેરિકા ચાલીગઈ જ્યાં તેમને કોલોરાડો યુનિવર્સીટી માંથી PH. D ની ડિગ્રી લીધી કલ્પનાને 1988 માં નાસામાં સામીલ કરી. અહ્યા રહીને તેણે ઘણાબધા રિસર્ચ કર્યા. તેની લગન અને મહેનત જોઈને તે અંતરિક્ષિની ટોપ 15ની ટીમમાં શામેલ કરી અને જોત જોતામાં તે 6 લોકોની ટીમમાં પણ નામ આવી ગયું જેને અંતરિક્ષ માં મોકલવાના હતા. આવી રીતે કલ્પનાના સપનાને પાંખ લાગી ગઈ તેમનું પહેલું અંતરિક્ષ મિશન 19 નવેમ્બર 1997ના રોજ 6 અંતરિક્ષ યાત્રીની ટિમ સાથે અંતરિક્ષ સટલ કોલંબિયાની ઉડાન ભરી કલ્પના ચાવલા અંતરિક્ષમાં ઉડવા વાળી પ્રથમ ભારતીય મહિલા હતી. 

5 ડિસેમ્બર 1997માં સફળતા પૂર્વક આ મિશન સમાપ્ત થયું પછી ભારતના ટેલેન્ટને વિશ્વમાં ખ્યાતિ મળી જે સમયે ભારતના લોકોને અંતરિક્ષ વિષે સમાજ ન હતી તે સમયે ભારતની બેટી કલ્પના ચાવલા અંતરિક્ષમાં જઈને આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું.  બધાલોકો એ તેમના સામર્થ્યનો સ્વીકાર કર્યો 

ફરીવખત નાસાએ તેમને 5વર્ષ પછી અંતરિક્ષમાં મોકલવા માટે તેની પસંદગી કરી કલ્પના ચાવલાની બીજી ઉડાન 16 જાન્યુઆરી 2003ના કોલંબિયા સ્પેસ સતાલથી થઇ. આ મિશન પર પોતાના સહયોગી સાથે મળીને લગભગ 90 પરીક્ષણ અને પ્રયોગ કર્યા પછી તે થયું જે સાંભળીને આંખોમાં આશુ આવી જાય હાથોમાં ફૂલ લઈને સ્વાગત માટે ઉભા રહેલા લોકો, વિજ્ઞાનીકો અને અંતરિક્ષ પ્રેમી શહિત આખું વિશ્વ આ નજારો જોઈને શોકમાં દુબઈગયા ધરતી પર ઉતારવામાં ખાલી 16 મિનિટની બાકી હતી ત્યારેજ અચાનક શટલ બ્લાસ્ટ થઇગયું કલ્પના સાથે વિજ્ઞાનીકોનું પણ મૃત્યુ થયું. પણ તે આજે પણ આપણા દિલમાં જીવે છે. આજે પણ કલ્પના ચાવલા વિશ્વના લોકોમાટે આદર્શ છે.

મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહીં તને એ વાત કહેવા માંગુ છું કે,  दुनिया मे कुछ लोग सिर्फ जीने के लिए आते है मोत तो महज उनके शरीर को ख़त्म करती है!

No comments:

Post a Comment