Monday 10 July 2017

Dhirubhai Ambani | Inspirational And Motivational Stories In Gujarati




મોટું વિચારો, જલ્દી વિચારો, ભવિષ્યનું વિચારો કારણ કે વિચાર પર કોઈનો અધિકાર નથી આવું કહેવું છે ધીરુભાઈ અંબાણીનું જેમણે એક સાધારણ પરિવારમાંથી દુનિયાના સૌથી અમીરોમાં નામ બનાવ્યું. બહુ ઓછા લોકો જાણે છે કે ધીરુભાઈનું વાસ્તવિક નામ ધીરજલાલ ગોવર્ધનદાસ અંબાણી છે.

ધીરુભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના ચોરવાડ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. હાઇસ્કૂલમાંજ તેમણે ભણવાનું છોડી દીધું. મિત્રો ધીરુભાઈનું માનવું હતું કે પૈસાથી ભણતરને કોઈ સબંધ નથી જરૂરી નથી કે દુનિયામાં ભણેલા ગણેલા લોકોજ પૈસા કમાઈ શકે.

1948માં 16 વર્ષની ઉંમરમાં તે પોતાના ભાઈ રમણીકની સહાયતાથી પોતાના એક મિત્ર સાથે યમનના એડન કામ કરવા જતા રહ્યા એડન પોહચીને પેટ્રોલ પંપ પર કામ કરવા લાગ્યા 300રૂ. પ્રતિ મહિને ક્લાર્ક નું કામ ખુબ સારી રીતે કર્યું। તે દિવસે કામ કરીને પણ બીજી પાર્ટ ટાઈમ નોકરી કરવા લાગ્યા તેના લીધે તેમના મિત્રોમાં ધીરુભાઈ પાસે સૌથી વધારે પૈસા હતા. 

પણ પોતાના મગજમાં ક્યાંક ને ક્યાંક એવું ચાલતું હતું કે અમીર બનવું હોય તો પોતાનો ધંધો કરવો જરૂરી છે. અને ધંધા માટે પૈસા જરૂરી છે. તેમને અનેક જગ્યા પર કામ કર્યું. તેમને ક્યાંય કામમાં કાસચ ન રાખ્યો અને ખંત થી કામ કર્યું. તેના કામને જોઈને એક કંપનીના માલિકે તેને મેનેજર બનાવી દીધા. થોડા દિવસો કામ કર્યા પછી તેમણે કામ છોડી દીધું અને પોતાના વતન ભારત પરત ફર્યા કારણ કે તેમના મગજમાં કઈ બીજુંજ ચાલતું હતું. 

1955માં 15000 રૂ. લઈને પોતાના કાકાનો દીકરો ચંપકલાલ સાથે મળીને મસાલાની નિર્યાત અને પોલીસ્ટર દોરાઓનો આયાતનો ધંધો શરુ કર્યો. તેમની મહેનતના લીધે કંપનીનું ટર્નઓવર  10,00,000 રૂ.થાય ગયું. 

તે સમયે પોલીસ્ટર થી બનેલા કપડાં ભારતમાં નવા હતા અને સુતરની જગ્યા પાર વધારે પસંદ થવા લાગ્યું કારણકે સસ્તું અને ટીકાઉ હતું અને એમાં ચમક હોવાથી જુનું હોવા છતાં નવા જેવું લાગતું  લોકો દ્વારા માંગ વધવા થી તેમનો નફો પણ વધી ગયો થોડા વર્ષો પછી ધીરુભાઈ અને ચંપકલાલની વ્યવસાયિક સાજેદારી સમાપ્ત થઇ ગઈ કારણકે બંનેના સ્વભાવ અને વ્યાપાર કરવાના તારિકા અલગ અલગ હતા. પણ ધીરૂભાઇએ ક્યારેય પાછળ વાળીને નોહ્તું જોયું અને તે ટેલિકોમ, એનર્જી, ઇલેકટ્રીસિટી, પેટ્રોલિયમ જેવા ધંધા માં રોકાણ કરવા માંડ્યા 

તમે આજે ધીરુભાઈની સફળતાનું અનુમાન એવીરીતે લગાડી શકો કે આજે તેમની કંપનીમાં 90,000 થી પણ વધારે કર્મચારી કામ કરે છે. અને ભારતમાં તેમની કંપની આજે ટોપ પાર છે.

મિત્રો, આજે તમે સમયની માંગ સાથે પોતાને તૈયાર કરીલોને તો આજે દુનિયામાં કઈ અસંભવ નથી. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈએ દુનિયામાંથી વિદાયલઈ પણ તેમના સ્વભાવ અને વિનમ્રતા લઈને  તેઓ આજે પણ લોકોના દિલમાં જીવે છે.  

ધીરુભાઈનું કહેવું છે કે, जो सपने देखनेकी हिम्मत करते है वो पूरी दुनियाको जित सकते है!

મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહીં તમને એ કહેવા માંગુ છું કે, આપણે દુનિયાને સાબિત કરી શકીયે છીએ કે ભારત એક સક્ષમ રાષ્ટ્ર છે. આપણે ભારતીયોને પ્રતિયોગિતા થી ડર નથી લાગતો.

No comments:

Post a Comment