Thursday 20 July 2017

Shri Shankersinh Vaghela Bapu Biography | Inspirational And Motivational Stories In Gujarati




આજ રોજ ગુજરાતના 13માં મુખ્ય પ્રધાન શ્રી શંકરસિંહ વાઘેલા નો 77મોં જન્મ દિવસ છે. તેમના જન્મદિવસ પર જાણો એક સામાન્ય પરિવારમાંથી શંકરસિંહ વાઘેલાની મુખ્ય પ્રધાન પદ સુધીની સફર. આજની તારીખમાં પણ શંકરસિંહ બાપુ જગતમાં ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનો ઇતિહાસ ખુબ રોમાંચક છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને જનસામાન્યનાં "લોકનેતા બાપું" તરીકે લોકચાહના મેળવી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુંની ટનાટન સરકારનું હુલામણુ નામ આપ્યું. શંકરસિંહ વાઘેલાને આ કામયાબી આસાનીથી નોહતી મળી તેમની કામયાબી પાછળ બહુમોટો સંધર્ષ છે. 

તેમનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો. તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા - પિતાને કુલ છ સંતાન હતા જેમાં શંકરસિંહ વાઘેલા નાનપણ થીજ ખુબજ તેજવી હતા. શંકરસિંહ બાપુનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

1964માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનીષ્ઠ અને સમર્પિત પ્રચારકો સર્વ શ્રી અનંતરાવ કાળે, કાશીનાથ બાગવડે  અને લક્ષ્મણરાવ ઈમાનદાર (વકીલ સાહેબ)ની પ્રેરણાથી 1967માં જનસંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે બાપુનું જાહેર જીવન શરુ થયું. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સક્રિય સભ્ય હતા. આરએસએસમાં એવો નિયમ હતો કે જેને સંઘમાં જોડાવવું હોય તેને રાજકારણ થી દૂર રહેવાનું અને ધારાસભા કે લોકસભા નહિ લડવાની. પૂર્ણ સમયનો કાર્યકર્તા કદી કોઈ ચૂંટણી ન લડે એવી પૂર્વ શરત આ પક્ષની આગવી વિશેષતા હતી. 

तेन त्यत्केन भुन्निथा: મતલબ 'ત્યાગીને ભોગવી જાણો' બાપુ જનસંઘ માં જોડાયા તેના આદર્શોના કારણે એમાં પેડ કે પ્રતિષ્ઠા માટે હરીફાઈ ન હતી બીજાને આગળ કરવાની " મૈં નહિ તું " ની ભાવના હતી. તે પછી તેઓ ભારતીય જનસંઘના માધ્યમથી જાહેર જીવનમાં પ્રવેસ્યા એ ઘડીથી સતત ત્રણ ત્રણ દાયકાથી રાજ્યના 18,000 પૈકી 14,000 જેટલા ગામમાં રાતદિવસ પરિભ્રમણ કરી શંકરસિંહ બાપુને ગુજરાતની પ્રજાના પછીતે દલિત હોય, આદિવાસી હોય, મહિલા હોય, માંડ પેટુયું રળતા ખેતમજૂરો હોય, બેરોજગાર યુવાનો હોય, ખેડૂતો હોય તેના દુઃખોનો જાત અનુભવ હતો.

જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપ ઉભી કરવામાં તેમનો સિંહ ફાળો છે. તેઓ ગુજરાતના ગામડે- ગામડે જઈને આરએસએસ અને ભાજપના મૂળિયાં નાખ્યા છે. ગુજરાતનું એક પણ ગામ એવું નહિ હોય જેમાં બાપુએ પ્રવાસ ન કર્યો હોય. ક્યાં ગામમાં કોણ મુખી છે, કોણ સરપંચ છે તે બાપુને નામ અને નંબરથી ખબર હોય. 

તેમણે 1977 માં 6 ઠ્ઠી, 9 મી, 10 મી, 13 મી અને 14 મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપેલી. 1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે બાપુ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હતા. પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલને સીએમ તરીકેની પસંદગી કરી.

હકીકતમાં સત્તા અને વિજયનો નશો પચાવવો અઘરો હોય છે. સત્તાધારી પાંખે સંગઠન પાંખની ઉપેક્ષા ન કરાવી જોઈએ. સંગઠન જ સત્તા ખેંચાવી લાવે છે. સત્તા આવતાજ સ્થિતિ ઉલટી થઈ ગઈ. સત્તા પહોંચેલા ભાજપના મુખ્ય આગેવાનોને પક્ષના ધારાસભ્યો, કાર્યકર્તા, સંગઠનના અગ્રણીઓના સૂચનો આકાર લાગવા માંડ્યા. પક્ષના ધારાસભ્યો વચ્ચે પણ ભેદભાવ અને વહાલા -દવલાનો વ્યવહાર શરુ થયો.

અકળાયેલા ધારાસભ્યો બળાપો કાઢે તે સ્વાભાવિક વાત છે. એ પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. બધા ધારાસભ્યોએ બાપુ પાસે હૈયાવરાળ કાઢીને કહેવા લાગ્યા કે, "કંઈક કરો, પક્ષને બચાવો, પરિણામલક્ષી બનાવો."  ગુજરાતની જનતા અને સમગ્ર દેશ એ પછી ઇતિહાસના સાક્ષી છે. 

બાપુ માટે તીવ્ર માનોમંથનનો એ સમય ગાળો હતો. આ સંજોગોમાં શું કરવું? અકર્મણ્ય બની જવું ? જે સામાજિક મૂલ્યો માટે જાહેર જીવન સ્વીકારેલું એ મૂલ્યોને ઊંડા ધારામાં ધરબાવા દેવા ? ઘર પકડીને બેસી જવું ? બાપુને અંતરમાંથી એક અવાજ ઉઠ્યો "સાચી વાત માટે સંઘર્ષ કરવો જોઈએ " કોની સામે પોતાનાજ માન્ય હોય તેની સામે ? અકર્મણ્ય બની રહેવાથી સંગઠન અનિષ્ટયહી બચી શકે ખરું ? ભીષ્મ અને ગુરુ દ્રોણની અકર્મણ્યતા એ મહાવિનાશ નોતર્યો હતો. એ બંને મહાભારત થતું અટકાવી શક્યા હોત, પણ ન કરી શક્યા. ભીષ્મની રાજકુળ પ્રત્યેની અંધારી વફાદારી અને દ્રોણચાર્યના રાજા દ્રુપદ તરફની દ્વેષ-ઈર્ષાએ  એમને પાંગળા બનાવી દીધા.

ભાજપના 121 ધારાસભ્યો પૈકી 105 જેટલા ધારાસભ્યો બાપુ પાસે રાવ કરવા આવ્યા અને કહ્યું " તમે જે કારો તે મંજુર, પણ કંઈક રસ્તો કાઢો, નહિ તો પાર્ટી પતિ જશે, ત્યારે બાપુએ તેમને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે, અન્યાય સામે સંઘર્ષ કરવાની તૈયારી છે ? પોતાના પક્ષ સામે પોકાર કરવાની હિંમત હોય તોજ આગળ ડગલું ભરો. મેળવવાની નહિ પણ ગુમાવવાની તૈયારી હોય તોજ આગળ આવો. એ પછી 60 ધારાસભ્યો સામેથી સ્વાભાવિક રીતે જ બાપુ પાસે આવ્યા. લોકશાહી બંધારણે આપણે એક પ્રક્રિયા આપી છે અને એ મુજબ કામ કરવાનો સૌનો અધિકાર છે. જે થયું તે બંધારણ મુજબ થયું.

સમગ્ર દેશ અને દુનિયામાં એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા પણ બાપુના ઉપર જે વીતતું હતું તે તો માત્ર બાપુ જાણે " માં પોતાના  દીકરાની હત્યા કરે એવી અને એટલી પીડા બાપુને થતી હતી. પરંતુ આપખુદશાહી અને અહંકાયુક્ત સંતાના મદમાં એ પક્ષ પ્રજા અને સહકાર્યકરો તરફ બેવફા બને તો એ હોય તો પણ શું અને ન હોય તો પણ શું? દીકરો નપાવટ હોય તો એ હોય કે ન હોય તેથી માને શો ફરક પડે ? તેથી આખરે પક્ષ વિભાજનનો કઠોર નિર્ણય પણ લોહી-દુઝતા હૈયે લેવો પડેલો. 

બાપુએ 20મી ઓગસ્ટ 1996ના રોજ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 13માં મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી. બાપુની સરકારમાં શાસનને વધુ ને વધુ લોકાભિમુખ બનાવવા માટે અને તેમની સરકાર આપણી સરકાર હોવાનો અહેસાસ થાય તે માટે જનતા જનાર્દનનો અવાજ સાંભળવા બાપુએ લોકદરબાર કાર્યક્રમ થાકી લોકોના પ્રશ્નોને વાચા આપતા અને મંત્રીમંડળની બેઠકો પણ ગાંધીનગર બહાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરેલું 

બાપુ કેહવું હતું કે, "જનતા જનાર્દન દરિદ્રનારાયણ જ આપણા આરાધ્ય હોઈ શકે અને એમ હોય તો તેના પ્રશ્નો ઉકેલવા એ કાર્ય નહિ પણ 'ધર્મ' બનીજાય છે. " દર સોમવારના રોજ બાપુ ' લોકદરબાર ' નું આયોજન કરતા વહેલી સવારથી તો ક્યાંક મોદી રાત સુધી લાંબી કતારો લગતી મુખ્યમંત્રી પોતે સતત આઠ - નવ કલાક સુધી એકજ બેઠામાં પ્રશ્નનો ઉકેલ લાવતા. તેમણે રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રજાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે “ત્વરિત ફરિયાદ નિકાલ તંત્ર” જેવી સુવ્યવસ્થિત તંત્રનું નિર્માણ કર્યું.

લોકભાગીદારીના અભિગમને સાકાર કરવા અને ગુજરાત તથા દેશના બુદ્ધિધન ને વિકાસ પ્રક્રિયામાં સામેલ કરવા માટે તજજ્ઞો, નિષ્ણાતોની સક્રિય સેવા અને યોગદાન કાયમી મળી રહે તે માટે  “બ્રેઈન સ્ટોર્મીંગ સેમિનાર” તથા “ગુજરાત અસ્મિતા સભા” ની રચના કરી અને ગુજરાતને વેગવંતુ બનાવ્યું.

Kalpana Chawla | Inspirational And Motivational Stories In Gujarati



મિત્રો જેણે જન્મ લીધો છે તેને એકના એક દિવસે આ ખુબસુરત દુનિયા છોડીને જવાનું છે. અમુક લોકો દુનિયામાં જીવવા માટેજ આવે છે. મૃત્યુતો ખાલી તેમના શરીરને ખતમ કરે છે. આજે હું વાત કરવા જઈરહ્યો છું ભારતની બહાદુર બેટી કલ્પના ચાવલાની ભલે તે 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલંબિયા સ્પેસ સટલની દુર્ઘટનામાં કલ્પનાની ઉડાન રોકાઈ ગઈ પણ આજે પણ તે દુનિયા માટે એક મિસાલ છે. 

મિત્રો સોચ ને કોઈ રોકી ના શકે સોચ હંમેશા ઉડાન ભરતી આવી છે અને ઉડાન ભરતી રહેશે। અંતરિક્ષની પરી કલ્પના ચાવલા નો જન્મ હરિયાણાના કર્નાલમાં થયો. કલ્પના અંતરિક્ષ માં જવા વળી પહેલી ભારતીય મહિલા હતી. તેમના પિતાનું નામ બનારસીલાલ અને માતાનું સંજ્યોતિ છે. નાનપણમાં તેમણે મોટું કહીને બોલાવતા હતા. 

મિત્રો કલ્પના નાણપણથીજ કલ્પનાઓ કરતી તે હંમેશા આકાશ અને તેની ઉચ્ચાઈ વિષે વિચારતી રેહતી પોતાના પિતા સાથે ચાંદ તારાઓ વિષે વાત કરતી. કલ્પનાનું પ્રાથમિક શિક્ષણ કર્નાલની ટાઈગોર સ્કૂલમાં થયું પછી કલ્પનાએ 1982માં ચંદીગઢ એન્જીનરીંગ કોલેજ માં એરોનોટિકલ એન્જીનરીંગ ની ડિગ્રી લીધી. 

તે પછી પોતાના સપના પૂરું કરવા માટે અમેરિકા ચાલીગઈ જ્યાં તેમને કોલોરાડો યુનિવર્સીટી માંથી PH. D ની ડિગ્રી લીધી કલ્પનાને 1988 માં નાસામાં સામીલ કરી. અહ્યા રહીને તેણે ઘણાબધા રિસર્ચ કર્યા. તેની લગન અને મહેનત જોઈને તે અંતરિક્ષિની ટોપ 15ની ટીમમાં શામેલ કરી અને જોત જોતામાં તે 6 લોકોની ટીમમાં પણ નામ આવી ગયું જેને અંતરિક્ષ માં મોકલવાના હતા. આવી રીતે કલ્પનાના સપનાને પાંખ લાગી ગઈ તેમનું પહેલું અંતરિક્ષ મિશન 19 નવેમ્બર 1997ના રોજ 6 અંતરિક્ષ યાત્રીની ટિમ સાથે અંતરિક્ષ સટલ કોલંબિયાની ઉડાન ભરી કલ્પના ચાવલા અંતરિક્ષમાં ઉડવા વાળી પ્રથમ ભારતીય મહિલા હતી. 

5 ડિસેમ્બર 1997માં સફળતા પૂર્વક આ મિશન સમાપ્ત થયું પછી ભારતના ટેલેન્ટને વિશ્વમાં ખ્યાતિ મળી જે સમયે ભારતના લોકોને અંતરિક્ષ વિષે સમાજ ન હતી તે સમયે ભારતની બેટી કલ્પના ચાવલા અંતરિક્ષમાં જઈને આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું.  બધાલોકો એ તેમના સામર્થ્યનો સ્વીકાર કર્યો 

ફરીવખત નાસાએ તેમને 5વર્ષ પછી અંતરિક્ષમાં મોકલવા માટે તેની પસંદગી કરી કલ્પના ચાવલાની બીજી ઉડાન 16 જાન્યુઆરી 2003ના કોલંબિયા સ્પેસ સતાલથી થઇ. આ મિશન પર પોતાના સહયોગી સાથે મળીને લગભગ 90 પરીક્ષણ અને પ્રયોગ કર્યા પછી તે થયું જે સાંભળીને આંખોમાં આશુ આવી જાય હાથોમાં ફૂલ લઈને સ્વાગત માટે ઉભા રહેલા લોકો, વિજ્ઞાનીકો અને અંતરિક્ષ પ્રેમી શહિત આખું વિશ્વ આ નજારો જોઈને શોકમાં દુબઈગયા ધરતી પર ઉતારવામાં ખાલી 16 મિનિટની બાકી હતી ત્યારેજ અચાનક શટલ બ્લાસ્ટ થઇગયું કલ્પના સાથે વિજ્ઞાનીકોનું પણ મૃત્યુ થયું. પણ તે આજે પણ આપણા દિલમાં જીવે છે. આજે પણ કલ્પના ચાવલા વિશ્વના લોકોમાટે આદર્શ છે.

મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહીં તને એ વાત કહેવા માંગુ છું કે,  दुनिया मे कुछ लोग सिर्फ जीने के लिए आते है मोत तो महज उनके शरीर को ख़त्म करती है!

Monday 10 July 2017

Dhirubhai Ambani | Inspirational And Motivational Stories In Gujarati




મોટું વિચારો, જલ્દી વિચારો, ભવિષ્યનું વિચારો કારણ કે વિચાર પર કોઈનો અધિકાર નથી આવું કહેવું છે ધીરુભાઈ અંબાણીનું જેમણે એક સાધારણ પરિવારમાંથી દુનિયાના સૌથી અમીરોમાં નામ બનાવ્યું. બહુ ઓછા લોકો જાણે છે કે ધીરુભાઈનું વાસ્તવિક નામ ધીરજલાલ ગોવર્ધનદાસ અંબાણી છે.

ધીરુભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના ચોરવાડ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. હાઇસ્કૂલમાંજ તેમણે ભણવાનું છોડી દીધું. મિત્રો ધીરુભાઈનું માનવું હતું કે પૈસાથી ભણતરને કોઈ સબંધ નથી જરૂરી નથી કે દુનિયામાં ભણેલા ગણેલા લોકોજ પૈસા કમાઈ શકે.

1948માં 16 વર્ષની ઉંમરમાં તે પોતાના ભાઈ રમણીકની સહાયતાથી પોતાના એક મિત્ર સાથે યમનના એડન કામ કરવા જતા રહ્યા એડન પોહચીને પેટ્રોલ પંપ પર કામ કરવા લાગ્યા 300રૂ. પ્રતિ મહિને ક્લાર્ક નું કામ ખુબ સારી રીતે કર્યું। તે દિવસે કામ કરીને પણ બીજી પાર્ટ ટાઈમ નોકરી કરવા લાગ્યા તેના લીધે તેમના મિત્રોમાં ધીરુભાઈ પાસે સૌથી વધારે પૈસા હતા. 

પણ પોતાના મગજમાં ક્યાંક ને ક્યાંક એવું ચાલતું હતું કે અમીર બનવું હોય તો પોતાનો ધંધો કરવો જરૂરી છે. અને ધંધા માટે પૈસા જરૂરી છે. તેમને અનેક જગ્યા પર કામ કર્યું. તેમને ક્યાંય કામમાં કાસચ ન રાખ્યો અને ખંત થી કામ કર્યું. તેના કામને જોઈને એક કંપનીના માલિકે તેને મેનેજર બનાવી દીધા. થોડા દિવસો કામ કર્યા પછી તેમણે કામ છોડી દીધું અને પોતાના વતન ભારત પરત ફર્યા કારણ કે તેમના મગજમાં કઈ બીજુંજ ચાલતું હતું. 

1955માં 15000 રૂ. લઈને પોતાના કાકાનો દીકરો ચંપકલાલ સાથે મળીને મસાલાની નિર્યાત અને પોલીસ્ટર દોરાઓનો આયાતનો ધંધો શરુ કર્યો. તેમની મહેનતના લીધે કંપનીનું ટર્નઓવર  10,00,000 રૂ.થાય ગયું. 

તે સમયે પોલીસ્ટર થી બનેલા કપડાં ભારતમાં નવા હતા અને સુતરની જગ્યા પાર વધારે પસંદ થવા લાગ્યું કારણકે સસ્તું અને ટીકાઉ હતું અને એમાં ચમક હોવાથી જુનું હોવા છતાં નવા જેવું લાગતું  લોકો દ્વારા માંગ વધવા થી તેમનો નફો પણ વધી ગયો થોડા વર્ષો પછી ધીરુભાઈ અને ચંપકલાલની વ્યવસાયિક સાજેદારી સમાપ્ત થઇ ગઈ કારણકે બંનેના સ્વભાવ અને વ્યાપાર કરવાના તારિકા અલગ અલગ હતા. પણ ધીરૂભાઇએ ક્યારેય પાછળ વાળીને નોહ્તું જોયું અને તે ટેલિકોમ, એનર્જી, ઇલેકટ્રીસિટી, પેટ્રોલિયમ જેવા ધંધા માં રોકાણ કરવા માંડ્યા 

તમે આજે ધીરુભાઈની સફળતાનું અનુમાન એવીરીતે લગાડી શકો કે આજે તેમની કંપનીમાં 90,000 થી પણ વધારે કર્મચારી કામ કરે છે. અને ભારતમાં તેમની કંપની આજે ટોપ પાર છે.

મિત્રો, આજે તમે સમયની માંગ સાથે પોતાને તૈયાર કરીલોને તો આજે દુનિયામાં કઈ અસંભવ નથી. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈએ દુનિયામાંથી વિદાયલઈ પણ તેમના સ્વભાવ અને વિનમ્રતા લઈને  તેઓ આજે પણ લોકોના દિલમાં જીવે છે.  

ધીરુભાઈનું કહેવું છે કે, जो सपने देखनेकी हिम्मत करते है वो पूरी दुनियाको जित सकते है!

મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહીં તમને એ કહેવા માંગુ છું કે, આપણે દુનિયાને સાબિત કરી શકીયે છીએ કે ભારત એક સક્ષમ રાષ્ટ્ર છે. આપણે ભારતીયોને પ્રતિયોગિતા થી ડર નથી લાગતો.

Dr APJ Abdul Kalam Biography | Inspirational And Motivational Stories In Gujarati




"सपने वो नहीं हैं, जो आप नींद में देखते हैं, सपने वो हैं जो आपको नींद नहीं आने देते।" આવું કહેવું છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું જેમને અવકાશ ક્ષેત્રે અને રક્ષા ક્ષ્રેત્રે મહત્વની ભૂમિકા ભજવી. જેને આપણે શબ્દો ન કહી શકીયે રક્ષા ક્ષેત્રે તેમના યોગદાનથી તેમને ' મિસાઈલ મેન ' તરીકે ખ્યાતિ પામી. અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ખુબ સારી રીતે ફરજ બજાવી. તેમને આ પદ ટેક્નોલોજી અને સાઇન્સમાં અમૂલ્ય યોગદાનથી પ્રાપ્ત થયું છે નહિ કે આપણા દેશની ગંદી રાજનીતિથી. મિત્રો કલામને આ કામયાબી આસાનીથી નોહતી મળી તેમની કામયાબી પાછળ બહુમોટો સંધર્ષ છે. આવો તમને હું જાણવું...

અબ્દુલ કલામનો જન્મ 15 ઓકટોમ્બર 1931ના રોજ તમિલનાડુના રામેશ્ર્વરમાં થયો.  પિતા જૈનુલાઅબદીન પોતાની ‘હોડી’ ભાડે પણ આપતા.  શરૂઆતથીજ તેમની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી જેમ તેમ કરીને બે ટાઈમ ભોજન માંડ પૂરું થતું હતું. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે કલામે નાની ઉમરથીજ કામ કરવું પડતું તે પોતાના પરિવારની આર્થિક મદદ કરવા સ્કૂલમાંથી છૂટીને છાપા વેચવા જતા. કલામના મનમાં હંમેશા કંઈક નવું શીખવાની ભૂખ રેહતી હતી. 

તેમને પોતાની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને તિરુચિરાપલ્લી ના સેન્ટ જોસેફ કોલેજમાં એડમિસન લીધું તેમના ભણવાના અને લખવાના શોખના લીધે તેમને ભણવાનું ન છોડ્યું તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમની મહેનત અને ધગસના કારણે તેમના ઘરવાળાએ તેમને પૂરો સપોર્ટ કર્યો અને ભણાવ્યા પણ. તે આગળનો અભ્યાસ કરવા 1995માં મદ્રાસ આવી ગયા  જ્યાં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અંતરિક્ષ વિજ્ઞાન (aerospace engineering ) માં ભણતર પૂરું કર્યા પછી રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDO માં વિજ્ઞાનિક તરીકે પોતાના કેરિયર ની શરૂઆત કરી.
   
DRDOમાં કલામે પ્રથમવાર ભારતીય વાયુસેના માટે સૌથી નાનું હેલીકૉપટરની ડિજાઇન બનાવી. કલામ DRDOમાં કામ કરીને તે ખુશ ન હતા કારણ કે DRDOમાં એકનું એકજ કામ કરાવતા હતા અને કલામ સીમિત કામ નોહ્તું કરવા માંગતા. થોડા વર્ષો પછી 1979માં તેમને ISRO માં ટ્રાન્ફર કરવામાં આવ્યા. 

અહ્યા તે ભારતના સેટેલાઇટ લોન્ચ કરવાની યોજનામાં તે ડાઈરેક્ટર પદ પર રહ્યા. તેમણે આ કામ ખુબ સારીરીતે નિભાવ્યું ત્યારે તેમને એહસાસ થયો કે આ કામ માટે હું બન્યો છું,  તે પછી તેમને ક્યારેય પાછળ વાળીને નથી જોયું એક પછી એક શક્તિશાળી મિસાઈલ ભારતને આપી. કલામે દુનિયાને બતાવ્યુ કે ભારત પણ કોઈથી પાછળ નથી. તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. 

તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. તેમના યોગદાનને જોઈ તેમને 2002માં રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર બનાવ્યા અને 2007 સુધી તેમને ખુબ સારી રીતે દેશની સેવા કરી. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. 

તેમની ઉમર જોઈને ડોકટોરોએ તેમને આરામ કરવાની સલાહ આપી પણ તેને એવું ન કર્યું તે અનેક જગ્યા પર પ્રોફેસર તરીકે કાર્ય કરતા રહ્યા. પોતાનો પૂરો સમય યુવાપેઢી પાછળ ફાળવી નાખ્યો. માનવતાની ભલાઈ અને મનુષ્યનું જીવન સફળ બનાવવા માટે અબ્દુલ કલામે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી નાખ્યું. 27 જુલાઈ 2015ના રોજ અધ્યયન કાર્યક્રમ માં દિલનો દોરો પડ્યો અને અમર થાય ગયા.

મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહ્યા પૂર્વ રાષ્ટપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું  એક વાક્ય કહેવા માંગુ છું કે 

" जीवन में कठिनाइयाँ हमे बर्बाद करने नहीं आती है, बल्कि यह हमारी छुपी हुई सामर्थ्य और शक्तियों को बाहर निकलने में हमारी मदद करती है| कठिनाइयों को यह जान लेने दो की आप उससे भी ज्यादा कठिन हो।"

Ratan Tata Documentary | Inspirational And Motivational Stories In Gujarati




અંગ્રેજી માં એક કહેવત છે " Success is the Best Revenge " મતલબ સફળતા સૌથી સારો બદલો છે. આજે હું  ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને તાતા ગ્રૂપના ચેરમેન શ્રી રતન તાતા વિશે વાત કરવા માંગુ છું. જેમાં તેમણે પોતાના અપમાનનો બદલો સફળતાથી લીધો. મિત્રો આ સ્ટોરી કહેવા પૂર્વ હું તમને રતન તાતા વિશે ટૂંકમાં પરિચય આપું છું. 

રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઇ શહેરમાં પ્રખ્યાત ટાટા કુટુંબમાં થયો હતો. તે તાતા ગ્રૂપના ફાઉન્ડર શ્રી જમશેદજી તાતાના પૌત્ર છે. 1991 માં તે- તાતા ગ્રૂપના ચેરમેન બનાવ્યા. તેમના દેખરેખ નીચ્ચે Tata Consultancy Services (TCS)ની શરૂઆત થઇ તેના પછી તેમણે Tata Tea, Tata Motors & Tata Steel જેવી અનેક કંપનીઓને શિખર પર પોંહચાડવામા મહત્વની ભૂમિકા ભજવી.

ભારત સરકાર દ્વારા રતન તાતાને અમૂલ્‍ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. રતન તાતાનો કારોબાર 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. અને પોતાની કંપનીમાં 6,30,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. મિત્રો સૌથી મોટી વાત તાતા ગ્રૂપની એ છે કે તે પોતાના નફાનો 66% ભાગ ચેરિટીમાં દાન કરે છે. મિત્રો મને ઉમ્મીદ છે કે રતન તાતા વિષે તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો આગળ વધીએ તે વાત પર જેમાં તેમણે પોતાના અપમાનનો બદલો સફળતાથી લીધો.  

1998ની આ વાત છે, તે સમયે તાતાએ ઇન્ડિકા કાર બજારમાં ઉતારી હતી રતન તાતાનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ પાછળ તેમણે ખુબજ પરિશ્રમ કર્યો હતો. પરંતુ ઇન્ડિકા કારને માર્કેટમાં સારો રિસ્પોન્સ ન મળ્યો. તેના લીધે તાતા મોટર્સ ખોટમાં જવા લાગી અને તાતા મોટર્સના સાજેદારોએ રતન તાતાને કારના વ્યાપારમાં થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે કંપનીને વેચવાની સલાહ આપી. રતન તાતાની ઈચ્છા ન હતી પણ દિલ પર પથ્થર રાખી આ કામ કરવું પડ્યું તેમને તાતા મોટર્સ વેચવાનો નિર્ણય લીધો.

અમેરિકાની જાણીતી ફોર્ડ કંપની સાથે ત્રણ કલાક મિટિંગ ચાલી. ફોર્ડ કંપનીના ચેરમેન બિલ ફોર્ડ એ રતન તાતા સાથે અપમાન જનક શબ્દો કહ્યા અને વાત વાત માં એમ કહી દીધું કે " તમને આ ધંધા વિશે કઈ ખબર નથી તો આ ધંધો કે ચાલુ કર્યો હું તમારી કંપની ખરીદીને તમારા પર એહસાન કરું છું " આ વાત રતન તાતાને દિલ પર લાગીઆવી તે રાતો રાત મિટિંગ અધૂરી મૂકીને ભારત પરત ફર્યા. બિલ ફોર્ડના શબ્દો રતન તાતા ભૂલી નોહતા સકતા તે પછી રતન તાતાએ તાતા મોટર્સ ન વેચવાનો નિર્ણય લીધો। પોતે દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગ્યા. જોત જોતામાં તાતા મોટર્સ નફો કરવા લાગી અને બીજી બાજુ ફોર્ડ કંપની ખોટમાં જતી હતી. 2008ના રોજ ફોર્ડ કંપનીનું દેવાળું નીકળવાની સ્થિતિમાં હતી તે સમયે રતન તાતા એ ફોર્ડ કંપનીની બે લકઝરી કાર જેગુઆર અને લેન્ડ રોવર ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો અને ખુબજ મોટી રકમની વાત કરી  બિલ ફોર્ડ પહેલેથીજ આ બે કાર થી નુકસાનીમા હતા તેમને આ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર કર્યો.

હવે બિલ ફોર્ડ પોતાની કંપની વેચવા તાતાના મુખ્યાલય ભારત પહોંચ્યા અને મિટિંગ માં નક્કી થયું કે ફોર્ડ કંપનીની બે લકઝરી કાર જેગુઆર અને લેન્ડ રોવર 1390 કરોડમાં ખરીદશે. આ મિટિંગ માં બિલ ફોર્ડે રતને કહ્યું કે " તમે મારી કંપની ખરીદીને મારા પાર એહસાન કરી રહ્યા છો.મિત્રો આજે જેગુઆર અને લેન્ડ રોવર તાતા કંપનીનો હિસ્સો છે અને બજારમાં ખુબજ મંગા છે આ બંને કારની.

મિત્રો રતન તાતા ચાહત તો તે મિટિંગ માંજ બિલ ફોર્ડને કરારા જવાબ દઈ શકતા હતા. પણ તેમણે વિનમ્રતાથી વાત કરી. મિત્રો હું જીતેશ ત્રાપસીયા આપણે કહેવા મંગુ છું કે, આજ ગુણ એક સફળ અને મહાન વ્યક્તિના ગુણ બતાવે છે. જયારે વ્યક્તિ અપમાનિત થાય છે ત્યારે ક્રોધ કરે છે પણ મહાન વ્યક્તિ પોતાના ક્રોધનો ઉપયોગ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કરે છે.

Your Values | Inspirational And Motivational Stories In Gujarati




એક જાણીતા સ્પીકર પોતાના હાથમાં રૂ.500 ની નોટ લઈને સેમિનાર હોલમાં પ્રવેશ કરે છે. તે સેમિનાર હોલમાં ઘણા બધા લોકો બેઠા હતા. તેમણે રૂ.500ની નોટ લઈને બધાને બતાવીને પૂછ્યું, કોણે કોણે આ નોટ જોઈએ છે હોલમાં રહેલા તમામ લોકોના હાથ ધીમે ધીમે ઉપરની તરફ ઉઠવા લાગ્યા. તેમને કહ્યું કે હું આ નોટ આપ બધામાંથી કોઈપણ એક વ્યક્તિને આપીશ પણ તે પહેલા મને આમ કરવા દો, તેમ કહીને તેણે નોટ ને વળી ચોરી નાખી તે પછી તેમણે કહ્યું, આ નોટ કોને જોઈએ અત્યારે પણ બધાના હાથ ઉપરની તરફ હતા.

તેમણે કહ્યું કઈ વાંધો નહિ આ નોટને હું આમ કરું તો, તેમ કહી તેણે તે નોટને જમીન પર મૂકીને પોતાના બુટ દ્વારા નોટને ઘસવા લાગ્યા અને પછી નોટ ઉથલાવીને જોયું તો તે નોટ ખરાબ સ્થિતિમાં હતી. પછી તેમણે લોકોને પૂછ્યું કે આ નોટ હવે કોને જોઈએ, તો પણ બધાના હાથ ઉપર હતા.

મિત્રો આજે તમે લોકોએ એક મહત્વની વસ્તુ શીખી કે એનાથી કોઈ ફર્ક નથી પડતો કે મેં આ નોટ સાથે શું કર્યું!! અત્યારે પણ તમે આ નોટ ને લેવા માંગો છો કારણ કે, આ નોટ નું મૂલ્ય ઘટ્યું નથી. આ નોટ નું મૂલ્ય રૂ.500જ છે. આ વસ્તુ આપણી સાથે પણ થાય છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે તેનાથી આપણે લડતા લડતા થાકી જઈએ છીએ અને એવી પરિસ્થિતિમાં પોતાના પરથી વિશ્વાસ ઉડી જાય છે. આનો એ અર્થ નથી કે આપણા જીવનમાં શું થઈ ગયું  છે અને ભવિષ્યમાં શું થશે. તમે તમારું મૂલ્ય ક્યારેય નથી ખોતા તમે ખાસજ છો અને તમે બધું કરી શકો છો " Nothing is Impossible ".

Mother is mother | Motivational and Inspirational Story Videos in Gujarati



' માં ' તે માં બાકી બધા વગડાના વા 

 ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ ' માં ' ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય.

 એક મહિલા હોસ્પિટલમાં ભરતી હતી તે ખૂબ મોટી બીમારીનો ભોગ બનેલી હતી. તેમનો પુત્ર અને બીજા સગાવાળા તેમના બેડની નજીક ઉભા હતા. થોડા કલાકોમાં તે મહિલાનું મૃત્યુ થયું બધા બોવાજ દુઃખી થયા ખાસ કરીને તેમનો પુત્ર સ્વભાવિક છે કે તે તેમની માતા હતી. પુત્ર આખો દિવસ રડતો રહ્યો એટલો રડ્યો કે તે પુરી રીતે બીમાર થાય ગયો. બીજા દિવસે તે ઘરે આવ્યો ત્યારે પોતાની માતાની યાદ આવતા પોતાની માતાના રૂમમાં ગયો દુઃખી થઇ તે તેમના બેડ પર બેસી ગયો. તેની નજર બેડ પર પડેલા એક પત્ર પર ગઈ તેણે પત્ર ખોલીને જોયું તો તેમાં દવા લપેટી હતી તેણે પત્ર વાંચવાનું ચાલુ કર્યું તો તેના હાથ ધ્રુજી ઉઠ્યા।. શું? લખ્યું હતું તે પત્ર માં આવો હું તમને જાણવું,

" મેરે પ્યારે બેટે યે દવાઈ તુમ જરૂર લે લેના મેં જાણતી હું કી જ્યાદા રોને કે બાદ તુમ્હે દસ્ત હો જતી હૈ " મિત્રો આપણી માતા ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ તે પોતાના સંતાનોને ક્યારેય નથી ભુલાતી હું જીતેશ ત્રાપસીયા આ સ્ટોરી થી એટલું કહેવા મંગુ છું કે હંમેશા તમારા માતા-પિતાનો આદર કરો તેમનું ધ્યાન રાખો. સાચું કહ્યું છે કોઈ મહાપુરુષે ભગવાન દરેક સમયે આપણી દેખરેખ ન કરી શકે તે માટે તેમણે માતાનું સર્જન કર્યું છે.

 Mother is mother - thin wind are other 

 This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love and warmth of the mother. In fact the gap between the greatness of the love of the two is so big that if compared the love of other than mother is equal to the thin wind of desolated place. This (Mother is mother ) is motivational and inspirational story in Gujarati. This video will help everyone to get success in life.