એક જાણીતા સ્પીકર પોતાના હાથમાં રૂ.500 ની નોટ લઈને સેમિનાર હોલમાં પ્રવેશ કરે છે. તે સેમિનાર હોલમાં ઘણા બધા લોકો બેઠા હતા. તેમણે રૂ.500ની નોટ લઈને બધાને બતાવીને પૂછ્યું, કોણે કોણે આ નોટ જોઈએ છે હોલમાં રહેલા તમામ લોકોના હાથ ધીમે ધીમે ઉપરની તરફ ઉઠવા લાગ્યા. તેમને કહ્યું કે હું આ નોટ આપ બધામાંથી કોઈપણ એક વ્યક્તિને આપીશ પણ તે પહેલા મને આમ કરવા દો, તેમ કહીને તેણે નોટ ને વળી ચોરી નાખી તે પછી તેમણે કહ્યું, આ નોટ કોને જોઈએ અત્યારે પણ બધાના હાથ ઉપરની તરફ હતા.
તેમણે કહ્યું કઈ વાંધો નહિ આ નોટને હું આમ કરું તો, તેમ કહી તેણે તે નોટને જમીન પર મૂકીને પોતાના બુટ દ્વારા નોટને ઘસવા લાગ્યા અને પછી નોટ ઉથલાવીને જોયું તો તે નોટ ખરાબ સ્થિતિમાં હતી. પછી તેમણે લોકોને પૂછ્યું કે આ નોટ હવે કોને જોઈએ, તો પણ બધાના હાથ ઉપર હતા.
મિત્રો આજે તમે લોકોએ એક મહત્વની વસ્તુ શીખી કે એનાથી કોઈ ફર્ક નથી પડતો કે મેં આ નોટ સાથે શું કર્યું!! અત્યારે પણ તમે આ નોટ ને લેવા માંગો છો કારણ કે, આ નોટ નું મૂલ્ય ઘટ્યું નથી. આ નોટ નું મૂલ્ય રૂ.500જ છે. આ વસ્તુ આપણી સાથે પણ થાય છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે તેનાથી આપણે લડતા લડતા થાકી જઈએ છીએ અને એવી પરિસ્થિતિમાં પોતાના પરથી વિશ્વાસ ઉડી જાય છે. આનો એ અર્થ નથી કે આપણા જીવનમાં શું થઈ ગયું છે અને ભવિષ્યમાં શું થશે. તમે તમારું મૂલ્ય ક્યારેય નથી ખોતા તમે ખાસજ છો અને તમે બધું કરી શકો છો " Nothing is Impossible ".
No comments:
Post a Comment