"सपने वो नहीं हैं, जो आप नींद में देखते हैं, सपने वो हैं जो आपको नींद नहीं आने देते।" આવું કહેવું છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું જેમને અવકાશ ક્ષેત્રે અને રક્ષા ક્ષ્રેત્રે મહત્વની ભૂમિકા ભજવી. જેને આપણે શબ્દો ન કહી શકીયે રક્ષા ક્ષેત્રે તેમના યોગદાનથી તેમને ' મિસાઈલ મેન ' તરીકે ખ્યાતિ પામી. અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ખુબ સારી રીતે ફરજ બજાવી. તેમને આ પદ ટેક્નોલોજી અને સાઇન્સમાં અમૂલ્ય યોગદાનથી પ્રાપ્ત થયું છે નહિ કે આપણા દેશની ગંદી રાજનીતિથી. મિત્રો કલામને આ કામયાબી આસાનીથી નોહતી મળી તેમની કામયાબી પાછળ બહુમોટો સંધર્ષ છે. આવો તમને હું જાણવું...
અબ્દુલ કલામનો જન્મ 15 ઓકટોમ્બર 1931ના રોજ તમિલનાડુના રામેશ્ર્વરમાં થયો. પિતા જૈનુલાઅબદીન પોતાની ‘હોડી’ ભાડે પણ આપતા. શરૂઆતથીજ તેમની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી જેમ તેમ કરીને બે ટાઈમ ભોજન માંડ પૂરું થતું હતું. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે કલામે નાની ઉમરથીજ કામ કરવું પડતું તે પોતાના પરિવારની આર્થિક મદદ કરવા સ્કૂલમાંથી છૂટીને છાપા વેચવા જતા. કલામના મનમાં હંમેશા કંઈક નવું શીખવાની ભૂખ રેહતી હતી.
તેમને પોતાની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને તિરુચિરાપલ્લી ના સેન્ટ જોસેફ કોલેજમાં એડમિસન લીધું તેમના ભણવાના અને લખવાના શોખના લીધે તેમને ભણવાનું ન છોડ્યું તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમની મહેનત અને ધગસના કારણે તેમના ઘરવાળાએ તેમને પૂરો સપોર્ટ કર્યો અને ભણાવ્યા પણ. તે આગળનો અભ્યાસ કરવા 1995માં મદ્રાસ આવી ગયા જ્યાં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અંતરિક્ષ વિજ્ઞાન (aerospace engineering ) માં ભણતર પૂરું કર્યા પછી રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDO માં વિજ્ઞાનિક તરીકે પોતાના કેરિયર ની શરૂઆત કરી.
DRDOમાં કલામે પ્રથમવાર ભારતીય વાયુસેના માટે સૌથી નાનું હેલીકૉપટરની ડિજાઇન બનાવી. કલામ DRDOમાં કામ કરીને તે ખુશ ન હતા કારણ કે DRDOમાં એકનું એકજ કામ કરાવતા હતા અને કલામ સીમિત કામ નોહ્તું કરવા માંગતા. થોડા વર્ષો પછી 1979માં તેમને ISRO માં ટ્રાન્ફર કરવામાં આવ્યા.
અહ્યા તે ભારતના સેટેલાઇટ લોન્ચ કરવાની યોજનામાં તે ડાઈરેક્ટર પદ પર રહ્યા. તેમણે આ કામ ખુબ સારીરીતે નિભાવ્યું ત્યારે તેમને એહસાસ થયો કે આ કામ માટે હું બન્યો છું, તે પછી તેમને ક્યારેય પાછળ વાળીને નથી જોયું એક પછી એક શક્તિશાળી મિસાઈલ ભારતને આપી. કલામે દુનિયાને બતાવ્યુ કે ભારત પણ કોઈથી પાછળ નથી. તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.
તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. તેમના યોગદાનને જોઈ તેમને 2002માં રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર બનાવ્યા અને 2007 સુધી તેમને ખુબ સારી રીતે દેશની સેવા કરી. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી.
તેમની ઉમર જોઈને ડોકટોરોએ તેમને આરામ કરવાની સલાહ આપી પણ તેને એવું ન કર્યું તે અનેક જગ્યા પર પ્રોફેસર તરીકે કાર્ય કરતા રહ્યા. પોતાનો પૂરો સમય યુવાપેઢી પાછળ ફાળવી નાખ્યો. માનવતાની ભલાઈ અને મનુષ્યનું જીવન સફળ બનાવવા માટે અબ્દુલ કલામે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી નાખ્યું. 27 જુલાઈ 2015ના રોજ અધ્યયન કાર્યક્રમ માં દિલનો દોરો પડ્યો અને અમર થાય ગયા.
મિત્રો, હું જીતેશ ત્રાપસીયા અહ્યા પૂર્વ રાષ્ટપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું એક વાક્ય કહેવા માંગુ છું કે
" जीवन में कठिनाइयाँ हमे बर्बाद करने नहीं आती है, बल्कि यह हमारी छुपी हुई सामर्थ्य और शक्तियों को बाहर निकलने में हमारी मदद करती है| कठिनाइयों को यह जान लेने दो की आप उससे भी ज्यादा कठिन हो।"
No comments:
Post a Comment