Monday, 10 July 2017

Ratan Tata Documentary | Inspirational And Motivational Stories In Gujarati




અંગ્રેજી માં એક કહેવત છે " Success is the Best Revenge " મતલબ સફળતા સૌથી સારો બદલો છે. આજે હું  ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને તાતા ગ્રૂપના ચેરમેન શ્રી રતન તાતા વિશે વાત કરવા માંગુ છું. જેમાં તેમણે પોતાના અપમાનનો બદલો સફળતાથી લીધો. મિત્રો આ સ્ટોરી કહેવા પૂર્વ હું તમને રતન તાતા વિશે ટૂંકમાં પરિચય આપું છું. 

રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઇ શહેરમાં પ્રખ્યાત ટાટા કુટુંબમાં થયો હતો. તે તાતા ગ્રૂપના ફાઉન્ડર શ્રી જમશેદજી તાતાના પૌત્ર છે. 1991 માં તે- તાતા ગ્રૂપના ચેરમેન બનાવ્યા. તેમના દેખરેખ નીચ્ચે Tata Consultancy Services (TCS)ની શરૂઆત થઇ તેના પછી તેમણે Tata Tea, Tata Motors & Tata Steel જેવી અનેક કંપનીઓને શિખર પર પોંહચાડવામા મહત્વની ભૂમિકા ભજવી.

ભારત સરકાર દ્વારા રતન તાતાને અમૂલ્‍ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. રતન તાતાનો કારોબાર 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. અને પોતાની કંપનીમાં 6,30,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. મિત્રો સૌથી મોટી વાત તાતા ગ્રૂપની એ છે કે તે પોતાના નફાનો 66% ભાગ ચેરિટીમાં દાન કરે છે. મિત્રો મને ઉમ્મીદ છે કે રતન તાતા વિષે તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો આગળ વધીએ તે વાત પર જેમાં તેમણે પોતાના અપમાનનો બદલો સફળતાથી લીધો.  

1998ની આ વાત છે, તે સમયે તાતાએ ઇન્ડિકા કાર બજારમાં ઉતારી હતી રતન તાતાનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ પાછળ તેમણે ખુબજ પરિશ્રમ કર્યો હતો. પરંતુ ઇન્ડિકા કારને માર્કેટમાં સારો રિસ્પોન્સ ન મળ્યો. તેના લીધે તાતા મોટર્સ ખોટમાં જવા લાગી અને તાતા મોટર્સના સાજેદારોએ રતન તાતાને કારના વ્યાપારમાં થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે કંપનીને વેચવાની સલાહ આપી. રતન તાતાની ઈચ્છા ન હતી પણ દિલ પર પથ્થર રાખી આ કામ કરવું પડ્યું તેમને તાતા મોટર્સ વેચવાનો નિર્ણય લીધો.

અમેરિકાની જાણીતી ફોર્ડ કંપની સાથે ત્રણ કલાક મિટિંગ ચાલી. ફોર્ડ કંપનીના ચેરમેન બિલ ફોર્ડ એ રતન તાતા સાથે અપમાન જનક શબ્દો કહ્યા અને વાત વાત માં એમ કહી દીધું કે " તમને આ ધંધા વિશે કઈ ખબર નથી તો આ ધંધો કે ચાલુ કર્યો હું તમારી કંપની ખરીદીને તમારા પર એહસાન કરું છું " આ વાત રતન તાતાને દિલ પર લાગીઆવી તે રાતો રાત મિટિંગ અધૂરી મૂકીને ભારત પરત ફર્યા. બિલ ફોર્ડના શબ્દો રતન તાતા ભૂલી નોહતા સકતા તે પછી રતન તાતાએ તાતા મોટર્સ ન વેચવાનો નિર્ણય લીધો। પોતે દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગ્યા. જોત જોતામાં તાતા મોટર્સ નફો કરવા લાગી અને બીજી બાજુ ફોર્ડ કંપની ખોટમાં જતી હતી. 2008ના રોજ ફોર્ડ કંપનીનું દેવાળું નીકળવાની સ્થિતિમાં હતી તે સમયે રતન તાતા એ ફોર્ડ કંપનીની બે લકઝરી કાર જેગુઆર અને લેન્ડ રોવર ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો અને ખુબજ મોટી રકમની વાત કરી  બિલ ફોર્ડ પહેલેથીજ આ બે કાર થી નુકસાનીમા હતા તેમને આ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર કર્યો.

હવે બિલ ફોર્ડ પોતાની કંપની વેચવા તાતાના મુખ્યાલય ભારત પહોંચ્યા અને મિટિંગ માં નક્કી થયું કે ફોર્ડ કંપનીની બે લકઝરી કાર જેગુઆર અને લેન્ડ રોવર 1390 કરોડમાં ખરીદશે. આ મિટિંગ માં બિલ ફોર્ડે રતને કહ્યું કે " તમે મારી કંપની ખરીદીને મારા પાર એહસાન કરી રહ્યા છો.મિત્રો આજે જેગુઆર અને લેન્ડ રોવર તાતા કંપનીનો હિસ્સો છે અને બજારમાં ખુબજ મંગા છે આ બંને કારની.

મિત્રો રતન તાતા ચાહત તો તે મિટિંગ માંજ બિલ ફોર્ડને કરારા જવાબ દઈ શકતા હતા. પણ તેમણે વિનમ્રતાથી વાત કરી. મિત્રો હું જીતેશ ત્રાપસીયા આપણે કહેવા મંગુ છું કે, આજ ગુણ એક સફળ અને મહાન વ્યક્તિના ગુણ બતાવે છે. જયારે વ્યક્તિ અપમાનિત થાય છે ત્યારે ક્રોધ કરે છે પણ મહાન વ્યક્તિ પોતાના ક્રોધનો ઉપયોગ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કરે છે.

No comments:

Post a Comment