' માં ' તે માં બાકી બધા વગડાના વા
ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ ' માં ' ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય.
એક મહિલા હોસ્પિટલમાં ભરતી હતી તે ખૂબ મોટી બીમારીનો ભોગ બનેલી હતી. તેમનો પુત્ર અને બીજા સગાવાળા તેમના બેડની નજીક ઉભા હતા. થોડા કલાકોમાં તે મહિલાનું મૃત્યુ થયું બધા બોવાજ દુઃખી થયા ખાસ કરીને તેમનો પુત્ર સ્વભાવિક છે કે તે તેમની માતા હતી. પુત્ર આખો દિવસ રડતો રહ્યો એટલો રડ્યો કે તે પુરી રીતે બીમાર થાય ગયો. બીજા દિવસે તે ઘરે આવ્યો ત્યારે પોતાની માતાની યાદ આવતા પોતાની માતાના રૂમમાં ગયો દુઃખી થઇ તે તેમના બેડ પર બેસી ગયો. તેની નજર બેડ પર પડેલા એક પત્ર પર ગઈ તેણે પત્ર ખોલીને જોયું તો તેમાં દવા લપેટી હતી તેણે પત્ર વાંચવાનું ચાલુ કર્યું તો તેના હાથ ધ્રુજી ઉઠ્યા।. શું? લખ્યું હતું તે પત્ર માં આવો હું તમને જાણવું,
" મેરે પ્યારે બેટે યે દવાઈ તુમ જરૂર લે લેના મેં જાણતી હું કી જ્યાદા રોને કે બાદ તુમ્હે દસ્ત હો જતી હૈ " મિત્રો આપણી માતા ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ તે પોતાના સંતાનોને ક્યારેય નથી ભુલાતી હું જીતેશ ત્રાપસીયા આ સ્ટોરી થી એટલું કહેવા મંગુ છું કે હંમેશા તમારા માતા-પિતાનો આદર કરો તેમનું ધ્યાન રાખો. સાચું કહ્યું છે કોઈ મહાપુરુષે ભગવાન દરેક સમયે આપણી દેખરેખ ન કરી શકે તે માટે તેમણે માતાનું સર્જન કર્યું છે.
Mother is mother - thin wind are other
This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love and warmth of the mother. In fact the gap between the greatness of the love of the two is so big that if compared the love of other than mother is equal to the thin wind of desolated place. This (Mother is mother ) is motivational and inspirational story in Gujarati. This video will help everyone to get success in life.
No comments:
Post a Comment