આજ રોજ ગુજરાતના 13માં મુખ્ય પ્રધાન શ્રી શંકરસિંહ વાઘેલા નો 77મોં જન્મ દિવસ છે. તેમના જન્મદિવસ પર જાણો એક સામાન્ય પરિવારમાંથી શંકરસિંહ વાઘેલાની મુખ્ય પ્રધાન પદ સુધીની સફર. આજની તારીખમાં પણ શંકરસિંહ બાપુ જગતમાં ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનો ઇતિહાસ ખુબ રોમાંચક છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને જનસામાન્યનાં "લોકનેતા બાપું" તરીકે લોકચાહના મેળવી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુંની ટનાટન સરકારનું હુલામણુ નામ આપ્યું. શંકરસિંહ વાઘેલાને આ કામયાબી આસાનીથી નોહતી મળી તેમની કામયાબી પાછળ બહુમોટો સંધર્ષ છે.
તેમનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો. તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા - પિતાને કુલ છ સંતાન હતા જેમાં શંકરસિંહ વાઘેલા નાનપણ થીજ ખુબજ તેજવી હતા. શંકરસિંહ બાપુનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.
1964માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનીષ્ઠ અને સમર્પિત પ્રચારકો સર્વ શ્રી અનંતરાવ કાળે, કાશીનાથ બાગવડે અને લક્ષ્મણરાવ ઈમાનદાર (વકીલ સાહેબ)ની પ્રેરણાથી 1967માં જનસંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે બાપુનું જાહેર જીવન શરુ થયું. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સક્રિય સભ્ય હતા. આરએસએસમાં એવો નિયમ હતો કે જેને સંઘમાં જોડાવવું હોય તેને રાજકારણ થી દૂર રહેવાનું અને ધારાસભા કે લોકસભા નહિ લડવાની. પૂર્ણ સમયનો કાર્યકર્તા કદી કોઈ ચૂંટણી ન લડે એવી પૂર્વ શરત આ પક્ષની આગવી વિશેષતા હતી.
तेन त्यत्केन भुन्निथा: મતલબ 'ત્યાગીને ભોગવી જાણો' બાપુ જનસંઘ માં જોડાયા તેના આદર્શોના કારણે એમાં પેડ કે પ્રતિષ્ઠા માટે હરીફાઈ ન હતી બીજાને આગળ કરવાની " મૈં નહિ તું " ની ભાવના હતી. તે પછી તેઓ ભારતીય જનસંઘના માધ્યમથી જાહેર જીવનમાં પ્રવેસ્યા એ ઘડીથી સતત ત્રણ ત્રણ દાયકાથી રાજ્યના 18,000 પૈકી 14,000 જેટલા ગામમાં રાતદિવસ પરિભ્રમણ કરી શંકરસિંહ બાપુને ગુજરાતની પ્રજાના પછીતે દલિત હોય, આદિવાસી હોય, મહિલા હોય, માંડ પેટુયું રળતા ખેતમજૂરો હોય, બેરોજગાર યુવાનો હોય, ખેડૂતો હોય તેના દુઃખોનો જાત અનુભવ હતો.
જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપ ઉભી કરવામાં તેમનો સિંહ ફાળો છે. તેઓ ગુજરાતના ગામડે- ગામડે જઈને આરએસએસ અને ભાજપના મૂળિયાં નાખ્યા છે. ગુજરાતનું એક પણ ગામ એવું નહિ હોય જેમાં બાપુએ પ્રવાસ ન કર્યો હોય. ક્યાં ગામમાં કોણ મુખી છે, કોણ સરપંચ છે તે બાપુને નામ અને નંબરથી ખબર હોય.
તેમણે 1977 માં 6 ઠ્ઠી, 9 મી, 10 મી, 13 મી અને 14 મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપેલી. 1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે બાપુ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હતા. પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલને સીએમ તરીકેની પસંદગી કરી.
હકીકતમાં સત્તા અને વિજયનો નશો પચાવવો અઘરો હોય છે. સત્તાધારી પાંખે સંગઠન પાંખની ઉપેક્ષા ન કરાવી જોઈએ. સંગઠન જ સત્તા ખેંચાવી લાવે છે. સત્તા આવતાજ સ્થિતિ ઉલટી થઈ ગઈ. સત્તા પહોંચેલા ભાજપના મુખ્ય આગેવાનોને પક્ષના ધારાસભ્યો, કાર્યકર્તા, સંગઠનના અગ્રણીઓના સૂચનો આકાર લાગવા માંડ્યા. પક્ષના ધારાસભ્યો વચ્ચે પણ ભેદભાવ અને વહાલા -દવલાનો વ્યવહાર શરુ થયો.
અકળાયેલા ધારાસભ્યો બળાપો કાઢે તે સ્વાભાવિક વાત છે. એ પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. બધા ધારાસભ્યોએ બાપુ પાસે હૈયાવરાળ કાઢીને કહેવા લાગ્યા કે, "કંઈક કરો, પક્ષને બચાવો, પરિણામલક્ષી બનાવો." ગુજરાતની જનતા અને સમગ્ર દેશ એ પછી ઇતિહાસના સાક્ષી છે.
બાપુ માટે તીવ્ર માનોમંથનનો એ સમય ગાળો હતો. આ સંજોગોમાં શું કરવું? અકર્મણ્ય બની જવું ? જે સામાજિક મૂલ્યો માટે જાહેર જીવન સ્વીકારેલું એ મૂલ્યોને ઊંડા ધારામાં ધરબાવા દેવા ? ઘર પકડીને બેસી જવું ? બાપુને અંતરમાંથી એક અવાજ ઉઠ્યો "સાચી વાત માટે સંઘર્ષ કરવો જોઈએ " કોની સામે પોતાનાજ માન્ય હોય તેની સામે ? અકર્મણ્ય બની રહેવાથી સંગઠન અનિષ્ટયહી બચી શકે ખરું ? ભીષ્મ અને ગુરુ દ્રોણની અકર્મણ્યતા એ મહાવિનાશ નોતર્યો હતો. એ બંને મહાભારત થતું અટકાવી શક્યા હોત, પણ ન કરી શક્યા. ભીષ્મની રાજકુળ પ્રત્યેની અંધારી વફાદારી અને દ્રોણચાર્યના રાજા દ્રુપદ તરફની દ્વેષ-ઈર્ષાએ એમને પાંગળા બનાવી દીધા.
ભાજપના 121 ધારાસભ્યો પૈકી 105 જેટલા ધારાસભ્યો બાપુ પાસે રાવ કરવા આવ્યા અને કહ્યું " તમે જે કારો તે મંજુર, પણ કંઈક રસ્તો કાઢો, નહિ તો પાર્ટી પતિ જશે, ત્યારે બાપુએ તેમને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે, અન્યાય સામે સંઘર્ષ કરવાની તૈયારી છે ? પોતાના પક્ષ સામે પોકાર કરવાની હિંમત હોય તોજ આગળ ડગલું ભરો. મેળવવાની નહિ પણ ગુમાવવાની તૈયારી હોય તોજ આગળ આવો. એ પછી 60 ધારાસભ્યો સામેથી સ્વાભાવિક રીતે જ બાપુ પાસે આવ્યા. લોકશાહી બંધારણે આપણે એક પ્રક્રિયા આપી છે અને એ મુજબ કામ કરવાનો સૌનો અધિકાર છે. જે થયું તે બંધારણ મુજબ થયું.
સમગ્ર દેશ અને દુનિયામાં એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા પણ બાપુના ઉપર જે વીતતું હતું તે તો માત્ર બાપુ જાણે " માં પોતાના દીકરાની હત્યા કરે એવી અને એટલી પીડા બાપુને થતી હતી. પરંતુ આપખુદશાહી અને અહંકાયુક્ત સંતાના મદમાં એ પક્ષ પ્રજા અને સહકાર્યકરો તરફ બેવફા બને તો એ હોય તો પણ શું અને ન હોય તો પણ શું? દીકરો નપાવટ હોય તો એ હોય કે ન હોય તેથી માને શો ફરક પડે ? તેથી આખરે પક્ષ વિભાજનનો કઠોર નિર્ણય પણ લોહી-દુઝતા હૈયે લેવો પડેલો.
બાપુએ 20મી ઓગસ્ટ 1996ના રોજ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 13માં મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી. બાપુની સરકારમાં શાસનને વધુ ને વધુ લોકાભિમુખ બનાવવા માટે અને તેમની સરકાર આપણી સરકાર હોવાનો અહેસાસ થાય તે માટે જનતા જનાર્દનનો અવાજ સાંભળવા બાપુએ લોકદરબાર કાર્યક્રમ થાકી લોકોના પ્રશ્નોને વાચા આપતા અને મંત્રીમંડળની બેઠકો પણ ગાંધીનગર બહાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરેલું
બાપુ કેહવું હતું કે, "જનતા જનાર્દન દરિદ્રનારાયણ જ આપણા આરાધ્ય હોઈ શકે અને એમ હોય તો તેના પ્રશ્નો ઉકેલવા એ કાર્ય નહિ પણ 'ધર્મ' બનીજાય છે. " દર સોમવારના રોજ બાપુ ' લોકદરબાર ' નું આયોજન કરતા વહેલી સવારથી તો ક્યાંક મોદી રાત સુધી લાંબી કતારો લગતી મુખ્યમંત્રી પોતે સતત આઠ - નવ કલાક સુધી એકજ બેઠામાં પ્રશ્નનો ઉકેલ લાવતા. તેમણે રાજ્યમાં સૌપ્રથમ વાર પ્રજાની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે “ત્વરિત ફરિયાદ નિકાલ તંત્ર” જેવી સુવ્યવસ્થિત તંત્રનું નિર્માણ કર્યું.
લોકભાગીદારીના અભિગમને સાકાર કરવા અને ગુજરાત તથા દેશના બુદ્ધિધન ને વિકાસ પ્રક્રિયામાં સામેલ કરવા માટે તજજ્ઞો, નિષ્ણાતોની સક્રિય સેવા અને યોગદાન કાયમી મળી રહે તે માટે “બ્રેઈન સ્ટોર્મીંગ સેમિનાર” તથા “ગુજરાત અસ્મિતા સભા” ની રચના કરી અને ગુજરાતને વેગવંતુ બનાવ્યું.