Saturday, 26 July 2014

@narendramodiએ દેશને સુરાજ્ય તરફ લઈ જવા #MyGov (http://mygov.nic.in/) વેબસાઈટ લોન્ચ કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમ્યાન દેશની જનતાને આપેલા વચનો પુરા કરવા વધુ એક પગલું ભર્યું છે. મોદીએ દેશને સુરાજ્ય તરફ આગળ લઈ જવા માટે http://mygov.nic.inવેબસાઈટ લોન્ચ કરી છે જેમાં અલગ અલગ વિષયો પર ચર્ચા કરી શકાશે તેમજ દેશના નાગરિકો પોતાના વિચારો પર રજૂ કરવાનો મ્હોકો પણ મળશે.
 
નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન દેશવાસીઓને કહ્યું હતું કે જો આ વખતે ભાજપની સરકાર ચૂંટાશે તો અમારી સરકાર દેશને સુરાજ્યની દિશામાં આગળ વધારશે. આ વચનનું પાલન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ http://mygov.nic.in વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ ભારતને સુરાજ્યની દિશામાં લઈ જવાનો છે. જેમાં દેશના નાગરિકોના વિચારો, આશાઓ અને અપેક્ષાઓને સાંકળીને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે.
 
http://mygov.nic.in વેબસાઈટ અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષાની પણ સુવિધા આપવામાં આવી છે જેના કારણે સામાન્ય નાગરિક પણ સમજી શકે અને પોતાના વિચારો રજૂ કરી શકે. ખાસ કરીને રોડ-રસ્તાઓ અને ગંગા સુધારા, બાળકીઓના શિક્ષણ માટેના સૂચનો અને સરકારી વિભાગો સાથે સર્જનાત્મક જેવા વિષયો પર સૂચનો અને ચર્ચા કરાતા ટેબ મુકવામાં આવ્યા છે.
 
વેબસાઈટ પર ‘મારો દેશ, મારી સરકાર, મારો ફાળો’નું સુત્ર કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. જે મુજબ ‘ચર્ચા’ ટેબમા જણાવવામાં આવ્યું છે કે અમે ભારત સાથે સંબંધિત વિવિધ વિષયો પર તમારી સલાહ, વિચારો અને સૂચનો માંગીએ છીએ. વિચાર વ્યક્ત કરવા, તર્ક-વિતર્ક માટે અને સૂચનો આપવા માટે તમે ચર્ચામાં સામેલ થાઓ અને ‘હુ કરીશ’ ટેબમાં જણાવાયું છે કે હજુ રાષ્ટ્રના નિર્માણમાં ઘણા કામ કરવાના છે. આ કાર્ય કરવા માટે જો તમારી રુચિ હોય તો ભારતના વિકાસમાં યોગદાન આપો. આ બન્ને ટેબ ખાસ કલર વડે વધુ હાઈલાઈટ કરવામાં આવી છે.

No comments:

Post a Comment