ભારત પોલીયો મુક્ત : યુનિસેફ |
આ સમાચાર વાંચીને ખુશી થઇ કે ભારતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીયોનો એક પણ કેસ નોંધાયો નથી. પોલીયોની સતત દેખરેખ અને મોનીટરીંગ સંબંધીત રીપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આ વર્ષે પણ પોલીયોનો એક પણ કેસ નોંધાશે નહીં અને ભારતને વર્ષ ૨૦૧૪માં પોલીયો મુક્ત પ્રમાણપત્ર મળ્યું .
દુનિયાભરનાં દેશોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રોટરી ઇન્ટરનેશનલ તેમજ સ્થાનીક સરકારો દ્વારા પોલીયો હટાવો ઝુંબેશ સતત થવાનાં કારણે હવે માત્ર પાકિસ્તાન ઉપરાંત આફ્રિકી દેશો, અફધાનીસ્તાનના દેશોમાં જ પોલીયોનું નામ બચ્યુ છે.દુનિયાનાં તમામ દેશોમાંથી હવે પોલીયો નાબુદ થઇ રહ્યો છે એ ખુબ જ સારી વાત છે .
ભારતમાં પોલીયો નાબુદ થયો છે. પોલિયોનું અંગ્રેજીમાં આખું નામ Poliomyelitis છે . આ એક એવી જાતનો વાયરસ છે જે ખાસ કરીને ૫ વર્ષથી નીચેના બાળકોને એનો શિકાર બનાવતો હોય છે . આ કારણથી એને બાળ લકવો ( Infantile Paralysis ) પણ કહેવામાં આવે છે .જે બાળકો એમાંથી બચી જાય છે એને પોલિયો જીવનભર માટે વિકલાંગ બનાવી દે તેવી બિમારીઓમાંની એ એક છે.
મારા માટે આ સમાચારથી ખુશ થવાનું ખાસ કારણ એ છે કે યુનિસેફે અભિતાભ બચ્ચનનું સન્માન કર્યું .
No comments:
Post a Comment