Thursday, 18 January 2018

Mark Zuckerberg - Inspirational And Motivational Stories In Gujarati

મિત્રો, દુનિયામાં આમતો હજારો લોકોનો જન્મ થાય છે પણ અમુક લોકો દુનિયા બદલવા માટે જન્મ લે છે માર્ક ઝકરબર્ગ એવું નામ છે જેણે પોતાના જીવનમાં એવી ઉંચાઈ સુધી પોહોચ્યાં છે જ્યાં સામાન્ય માણસને પહોંચવું સપના સમાન છે. આજનો દરેક યુવાન ફેસબુકના મલિક માર્ક ઝકરબર્ગની જેમ બનવા માંગે છે. હું પણ...

માર્ક ઝકરબર્ગનો જન્મ 14 મે 1984ના રોજ થયો. માર્કને નાનપણથીજ કોમ્પ્યુટરનો ખુબજ શોખ હતો. તેના લીધી નાની ઉમરમાંજ કોમ્પ્યુટરના પ્રોગ્રામ લખવા લાગ્યા હતા. તેના પિતા પ્રોગ્રામિંગ કરવામાં તેમની મદદ કરતા. માર્કના સવાલ એવા પાવરફુલ હોવાથી તેના પિતા પણ તેના જવાબ ન આપી શકતા તેના લીધી માર્ક માટે અલગ કોમ્પ્યુટર ટીચર રાખવો પડ્યો જે માર્કના સવાલોનો જવાબ આપીશકે પણ કોમ્પ્યુટર ટીચર પણ જવાબો આપવામાં ફેલ થયા. માર્કે નાની ઉમરમાંજ મેસેન્જર બનાવ્યું તેનું નામ 'ઝક નેટ' રાખ્યું તેનો વપરાશ તે ઘરેથી પોતાના પિતાની ક્લિનિક સુધીજ કરતા મિત્રો જે સમયે લોકો ગેમ રમવાનું ચાલુ કરે છે તે સમયે માર્ક ગેમ બનાવતા.

માર્ક હાર્વડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યાં પણ માર્ક હોશિયાર વિદ્યાર્થી સાબિત થયા તેના લીધે લોકો માર્કને પ્રોગ્રામ એક્સપર્ટ તરીકે ઓળખાવા લાગ્યા. કોલેજના દિવસોમાં ફેસબુક નામની એક બુક હતી તેમાં કોલેજના બધાજ વિદ્યાર્થીઓના ફોટો અને ડિટેઈલ્સ હતી તેનાથી પ્રેરણા લઇ માર્કે ફેસમેસ વેબસાઈટ બનાવી તે વેબસાઈટ ની ખાસ વાત એ છે કે છોકરા અને છોકરી ની ફોટો સામે સામે રાખીને કંપેર કરતા હતા. કે આમ સૌથી સુંદર કોણ છે સૌથી વધુ મજેદાર વાત એ છે કે આ વેબસાઈટ માં છોકરીઓની ફોટો લેવા માટે માર્ક હાર્વડ યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી હતી જે તે સમયે સૌથી સ્ટ્રોંગ વેબસાઈટ માનવામાં આવતી હતી.

Facemas કોલેજ સ્ટુડટ્સ માં ખુબજ ફેમસ થઇ પણ કોલેજની અમુક  છોકરીઓ એ તેનો વિરોધ પણ કર્યો તેના લીધે માર્કે ઘણું સાંભળવું પડ્યું હતું. 2004માં માર્ક The Facebook નામની વેબસાઈટ નામથી વેબસાઈટ બનાવી આ વેબસાઈટ હાવર્ડથી લઈને બીજી બધી યુનિવર્સીટી પણ ફેમસ થઈ દિવસેને દિવસે ફેસબુકના યુઝર્સ વધવા લાગ્યા આ જોઈને માર્કને વિચાર આવ્યો કે Facebook હવે બધા વાપરશે અને આ સમયે માર્કે કોલેજ અધવચ્ચે છોડી દીધી પોતાની ટિમ બનાવી અને વેબસાઈટ બનાવવાપર કામ શરુ કર્યું 2005 માં The Facebook માંથી માંથી ખાલી Facebook વિશ્વની સૌથી મોટી વેબસાઈટ બનીગય હતી પોતાની મહેનત અને લગનના કારણે માર્ક ઝકરબર્ગ ઈન્ટરનેટની દુનિયાના બાદશાહ બન્યા

માર્ક ઝકરબર્ગે જયારે Facebook બનાવ્યું ત્યારે તે 19 વર્ષના હતા અને આટલી નાની ઉંમરમાં દુનિયાને જોડી દીધી આજે માર્ક ઝકરબર્ગ દુનિયાના યુવાન વિલિનિયર્સ માંથી એક છે. મિત્રો હું જીતેશ ત્રાપસીયા અહીં આપને એ કહેવા મંગુ છું કે, जिस व्यक्ति में सफलता के लिए आशा और आत्मविश्वास है वही व्यक्ति उच्च शिखर पर पहुंचते है !